એક તરફ ભારે વરસાદને પગલે જંગલમાં વસવાટ કરતાં વનરાજા માનવ વસાહત તરફ વળી રહ્યાં છે. જ્યારે નદીઓમાં નવા નીરની આવક થતાં વડોદરા સહિતના જિલ્લાઓમાં મગરો ગામમાં ઘૂસી આવ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. આ બધા વચ્ચે રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.